આસમની મુલાકાત દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આસામના ચાના બગીચાઓમાં વેતન અંગે જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદન ગુજરાતના વેપારીઓનું અપમાન કરતું હોવાથી આ મામલે હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર ગુજરાત ભાજપ દ્વારા આ નિવેદન અને કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ મહાનગરોમાં ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જેટલી વાર કોગ્રેસે ગુજરાતીઓનું અપમાન કર્યું છે તેટલીવાર એમને ચુંટણીમાં ખુબજ ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે.#RaGaAgainstGujarat
— DJ🇮🇳 (@Garvi_gujarat2) February 15, 2021
તો ટ્વિટર પર પણ #RaGaAgainstGujarat ટ્રેન્ડ કરી રહ્યુ છે અને રાહુલ ગાંધી ગુજરાતીઓ વિરુદ્ધ હોવાનો મત રજુ કરી ટ્વિટર યુઝર્સ આ મામલે કોંગ્રેસને ઘેરી રહ્યા છે.
આસામના ચાના ગુજરાતી વેપારીઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતાની સાથે જ ગુજરાતની જનતાનો અપમાન કર્યો હોય એ પ્રકારની વાત સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે આવેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે આ પહેલી વખત નથી કે જ્યારે કોંગ્રેસ નેતાએ ગુજરાતીઓનું અપમાન કર્યુ હોય. આ પહેલા પણ તેઓ ઘણી વખત પોતાના સંબોધનમાં ગુજરાત વિરુદ્ધ નિવેદનો આપી ચુક્યા છે.