વિધાનસભા ચુંટણીને લઈને નર્મદા જીલ્લામાં આવેલી અતિ મહત્ત્વની આંતરરાજ્ય ચેક પોસ્ટની પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક નર્મદાએ વિઝીટ કરી સમીક્ષા કરી હતી. જેમની સાથે પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સૂંબે પણ સાથે રહી જરૂરી માહિતી આપી હતી.
ગુજરાત ઈલેક્શન કમિશન દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા જાહેર કરવામાં આવેલી છે. નર્મદા જીલ્લો મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો હોય જે અનુસંધાને નર્મદા જીલ્લાના સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધનશેરા, પાનાપરોઢી, નવાપાડા, દેવમોગરા તેમજ ડેડીયાપાડા વિસ્તારમાં કોકટી અને ડુમખલ ખાતે આંતર રાજ્ય ચેક પોસ્ટો ઉભી કરવામાં આવેલી છે. જે આંતર રાજ્ય ચેક પોસ્ટમાં ચૂંટણીને સીધી અસર કરતી ગેરકાયદેસર પ્રવૃતિને ચેક પોસ્ટ ઉપર જ ડામી દેવા માટે અસરકારક વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવે છે. જે આંતર રાજ્ય ચેક પોસ્ટોની સમિક્ષા વિઝીટ માટે પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ સંદીપ સિંહ નર્મદાની મુલાકાતે આવ્યા હતા. જેમની સાથે પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સૂંબે પણ સાથે રહી જરૂરી માહિતી આપી હતી.
નર્મદા જીલ્લાના સાગબારા તથા ડેડીયાપાડા વિસ્તારમાં ઉભી કરેલી ચેક પોસ્ટોથી ગેરકાયદેસર ઇગ્લીશ દારૂ, માદક પદાર્થો તેમજ અન્ય કોઇપણ પ્રકારની ચીજ વસ્તુઓ કે જે ચૂંટણી પ્રક્રિયામાં અડચણરૂપ થાય તેવી વસ્તુઓને આ ચેક પોસ્ટ દ્વારા રોકી શકાય તે માટે પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગનાઓએ સખ્ત સુચના આપેલી છે. તેમજ આ ચેક પોસ્ટ ચૂંટણીને પર તૈનાત તમામ સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક આ ચેક પોસ્ટ ઉપર કામગીરી કરવા પણ સખ્ત સુચનો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા આ આંતર રાજ્ય ચેક પોસ્ટ ઉપરથી કોઈ પણ પ્રકારની ગેરકાયરદેસર પ્રવૃતિનું વહન ન થાય તે માટે ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા પોલીસ હોમગાર્ડ જી.આર.ડી. તેમજ કેન્દ્રીય સુરક્ષા દળોના કર્મચારીઓને સખ્ત સુચના આપવામાં આવેલી છે. તેમજ આ સાગબારા તથા ડેડીયાપાડાના થાણા ઇન્ચાર્જને પણ આ ચેક પોસ્ટો ઉપર ચેકીંગની કામગીરી તેમજ સમયાંતરે વિઝીટ કરવા સુચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું.