આજે વિશ્વ નર્સિંગ ડે નિમિતે ગોધરામાં સીવીલ હોસ્પિટલ ખાતે કેક કાપી સ્ટાફ નર્સ દ્વારા કોવિડ-19 વિશે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મહત્વનુ છે કે, આજે નર્સીંગ દિવસ છે. આ દિવસ પ્રથમ નર્સ ફ્લોરેન્સ નાઇટીગર્લના માનમાં ઉજવવામાં આવે છે. આજે તેમની ૨૦૦મી જન્મ જયંતિને હાલના સમયમાં નર્સીંગના વ્યવસાય સાથે સંકળાયેલા નસીંગ સ્ટાફ દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે.
ત્યારે ગોધરા સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફનર્સ દ્વારા ફ્લોરેન્સ નાઇટીગર્લની ૨૦૦મી જન્મ જયંતિ નિમિત્તે કેક કાપી કોવિડ-19 ની વૈશ્વિક મહામારી વિશે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કોવિડ-19 ની વિશ્વ વ્યાપી અને અત્યંત પડકારરૂપ મહામારી છે.
એની સામે મોખરાનો મોરચો સંભાળીને લડનારાઓમા નર્સિંગ સમુદાયનો સમાવેશ થાય છે. આ સમુદાય વગર આરોગ્ય સેવાઓ અધુરી રહે એવું કહી શકાય એટલે જ ૧૨મી મે ના રોજ વિશ્વ નર્સિંગ ડે તરીકે ઉજવી આ સમુદાય ની સેવા નિષ્ઠાને આદર આપવામાં આવે છે.