કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ હવે આર્થિક મોરચે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
(File Pic)
રાહુલ ગાંધીએ યુવાઓમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે યુવાઓને વાયદો કર્યો હતો કે, આ દેશના બે કરોડ યુવાઓને રોજકાર આપશે અને તે પણ દર વર્ષે. બહુ મોટુ સપનુ તેમણે બતાવ્યુ હતુ પણ સત્ય અલગ જ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દરેક મુદ્દાઓ કેન્દ્ર સરકાર પર હુમલાઓ કરી રહ્યા છે, હવે તેમણે દેશના યુવાનોમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે. યુવા કોંગ્રેસ સ્થાપના દિવસના અવસર પર રાહુલ ગાંધીએ બેરોજગારી પર સવાલ ઉઠાવ્યા.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દરેક મુદ્દાઓ કેન્દ્ર સરકાર પર હુમલાઓ કરી રહ્યા છે, હવે તેમણે દેશના યુવાનોમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે. યુવા કોંગ્રેસ સ્થાપના દિવસના અવસર પર રાહુલ ગાંધીએ બેરોજગારી પર સવાલ ઉઠાવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે આવું કેમ થયું ? ખોટી નીતિઓના કારણે થયું. નોટબંધી, જીએસટી અને પછી લોકડાઉન. આ ત્રણ તત્વોના કારણે ભારતના માળખાને, આર્થિક સ્ટ્રક્ચરને નુકસાન થયું. નષ્ટ કરી નાખ્યું. હવે સત્ય એ છે કે ભારત તેના યુવાનોને રોજગાર નથી આપી રહ્યું. જેના કારણે હવે યૂથ કોંગ્રેસ જમીન ઉતરી રહી છે.
देश के युवाओं के मन की बात:
रोज़गार दो, मोदी सरकार!आप भी अपनी आवाज़ युवा कॉंग्रेस के #RozgarDo के साथ जोड़कर, सरकार को नींद से जगाइये।
ये देश के भविष्य का सवाल है। pic.twitter.com/zOt6ng2T0M
— Rahul Gandhi (@RahulGandhi) August 9, 2020