ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે રોજના ઘણા લોકો અપડાઉન કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઇલેકટ્રીક બસ દોડાવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને રોજ મુસાફરી કરતા લોકોને ઘણી રાહત મળશે.
ગાંધીનગર અને અમદાવાદમાં પ્રદૂષણને ઘટાડવા માટે એપ્રિલ માસમાં ઇલેક્ટ્રિક બસો ફાળવાશે. જોકે પ્રથમ તબક્કે 1 બસની ટ્રાયલ કર્યા બાદ તેને ઓકે કર્યા પછી જ એસ ટી નિગમ દ્વારા ગાંધીનગર અમદાવાદ વચ્ચે 20 બસ દોડાવાશે.
કોરોનાકાળ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર-અમદાવાદમાં પ્રદૂષણ અટકાવવા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બસમાં 20 જેટલા મુસાફર મુસાફરી કરી શકશે. રાજ્ય સરકારે એપ્રિલ 2021માં ઇલેકટ્રીક બસ સેવા શરુ કરાશે, શરુઆતમાં 30 જેટલી ઇલેકટ્રીક બસ દોડશે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર અને અમદાવાદમાં પ્રદૂષણને ઘટાડવા માટે ઇલેક્ટ્રિક બસો દોડાવામાં આવશે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર જોકે પ્રથમ તબક્કે 1 બસની ટ્રાયલ કર્યા બાદ તેને મંજૂરી આપ્યા પછી જ એસ ટી નિગમ દ્વારા ગાંધીનગર-અમદાવાદ વચ્ચે 30 ઇલેક્ટ્રિક બસો દોડાવાશે. એસી, અવાજ નહીં કરે તેવી તેમજ ઓછા સીટીંગ વાળી અને પ્રદૂષણ મુક્ત બસ હોવાનું એસ ટી નિગમના આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.