બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઉંધા માથે પટકાયેલી કોંગ્રેસમાં બરાબરનું ઘમાસાણ જામ્યું છે. કોંગ્રેસના જ કેટલાક વરિષ્ઠ નેતાઓએ પાર્ટી હાઈકમાન્ડ પર આકરા પ્રહારો કર્યા છે.
હવે રાહુલ ગાંધી વિરૂદ્ધ અવાજ ઉઠાવનારાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ધરી દીધી છે. પાર્ટીમાં ચાલી રહેલા ઘમાસાણને જોતાં હવે હાઇકમાન્ડ પણ એક્શન લેવાના મૂડમાં જોવા મળી રહી છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવનારા પૂર્વ સાંસદ ફુરકાન અંસારીને કારણદર્શક નોટિસ જાહેર કરી જવાબ માંગવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડ ફુરકાન અંસારીને નોટિસ મોકલીને અન્ય નેતાઓને સંદેશ આપવા આપવા માંગે છે કે, કૉંગ્રેસના નેતા કંઈ પણ બોલતા પહેલા વિચારે. ફુરકાન અંસારીને નોટિસ આપવાની સાથે જ જે નેતા પાર્ટીથી બળવાનું વલણ દર્શાવી રહ્યા છે કે વરિષ્ઠ નેતૃત્વ પર ઘણા લાંબા સમયથી સવાલ ઊભા થઈ રહ્યા છે, તેમને પણ નોટિસ આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે.