હાલના દિવસોમાં આધારકાર્ડનો ઉપયોગ ના માત્ર આઈડેન્ટિટી પ્રૂફ તરીકે થાય છે પણ એડ્રેસ પ્રૂફ તરીકે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં આને અપડેટ રાખવુ પણ એટલુ જ જરુરી છે. ત્યારે આ બધાની વચ્ચે યુઆઈડીએઆઈએ આધાર અપડેટ્સ માટેના ચાર્જમાં વધારો કરી દીધો છે.
આ અંગે UIDAIએ એક ટ્વિટ મારફતે માહિતી આપી છે કે હવે એક અથવા વધુ અપડેટ્સ કરવા માટે કેટલો ચાર્જ ચુકવવો પડશે. હવે એક અથવા વધુ અપડેટ્સ કરવા માટેની કિંમત 100 રૂપિયા થશે, જેમાં બાયોમેટ્રિક્સ અપડેટ પણ સામેલ હશે. હાલમાં UIDAI આધારમાં ડેમોગ્રાફિક ડિટેલ્સ અપડેટ્સ માટે 50 ચાર્જ કરે છે. આધાર સેવાઓ શરૂ થતાં જ બાયોમેટ્રિક અપડેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે.
જેમાં ડેમોગ્રાફિક અપડેશન ફીમાં વધારો થયો નથી. આધારમાં આંખ અને ફિંગરપ્રિન્ટ્સ પણ અપડેટ કરવામાં આવે છે. ફિંગરપ્રિન્ટ ન મળવાના કિસ્સામાં, વ્યક્તિએ ફરીથી બાયોમેટ્રિક અપડેશન કરવું પડશે. આ માટે ફી 100 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે નામ, સરનામું, વય, મોબાઈલ નંબર અને ઈ-મેલ માટે પહેલાંની જેમ માત્ર 50 રૂપિયા ચૂકવવા પડશે.
#AadhaarUpdateChecklist
Whether you update one field or many, charges for the #AadhaarUpdate will be Rs. 100 (if you are also updating biometrics) and Rs. 50 (if only demographics details are being updated). List of acceptable documents: https://t.co/BeqUA07J2b pic.twitter.com/6YlYPJFN6L— Aadhaar (@UIDAI) August 27, 2020
મહત્વનું છે કે, આધારકાર્ડમાં કોઈપણ અપડેટ્સ માટે તમારી પાસે વેલિડ ડોક્યુમેન્ટ હોવા જરુરી છે. આ દસ્તાવેજોના આધાર પર જ તમારુ એડ્રેસ અપડેટ કરવામાં આવશે અથવા જન્મની તારીખ જેવા ફેરફાર કરવામાં આવશે. વર્તમાન સમયમાં યુઆઈડીએઆઈ 32 દસ્તાવેજોને આઈડેન્ટીટી પ્રૂફ, 45 દસ્તાવેજોને એડ્રેસ પ્રૂફ અને 15 દસ્તાવેજોને જન્મની તારીખમાં ફેરફાર માટે માન્ય ગણે છે.