જો એન્જિનિયરિંગ એટલે કે B.Tech વિદ્યાર્થીઓને Google તરફથી નોકરીની ઑફર મળે છે, તો તે તેમના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે, પરંતુ જો આ નોકરીની ઑફર બિન-એન્જિનિયરિંગ ઉમેદવારને મળે છે, તો આનાથી વધુ સારું બીજું કંઈ નથી. તમને જણાવી દઈએ કે જો આપણે એવી પબ્લિક કંપનીઓની વાત કરીએ જે વધારે સેલેરી આપે છે, તો ગૂગલ ટોપ-3 કંપનીઓમાં સામેલ છે. ગૂગલ મોટાભાગે નવા કોલેજના વિદ્યાર્થીઓને ઉચ્ચ પગારના પેકેજ પર રાખે છે. ગૂગલે તાજેતરમાં એવા બેકગ્રાઉન્ડના ઉમેદવારને નોકરીની ઓફર કરી છે જેને એન્જિનિયરિંગ સાથે કોઈ લેવાદેવા નથી. ગૂગલે MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટીના હર્ષલ ઝુકરને નોકરીની ઓફર કરી છે. હર્ષલે BTech MTech નહીં, Blockchain Technology માં MSc કર્યું છે. Google દ્વારા હર્ષલને વાર્ષિક 50 લાખના પેકેજ પર હાયર કરવામાં આવ્યો છે. પોતાનો અનુભવ જણાવતા હર્ષલ કહે છે કે મેં મારા જુસ્સા સાથે આગળ વધવાની હિંમત કરી, પરંતુ મારી સફરમાં અનેક પડકારો અને શંકાઓ હતી. છતાં હું સાચો હતો અને એક અલગ રસ્તો પસંદ કર્યા પછી, મને મારી કલ્પના બહારની સફળતા મળી.
ન્યૂઝ 18 વેબસાઈટ પર તેની સફળતાના રહસ્ય વિશે વાત કરતા હર્ષલ કહે છે કે હંમેશા નવી વસ્તુઓ શીખવા માટે તૈયાર રહો અને સતત જ્ઞાન મેળવો, સીમાઓથી આગળ શોધતા ડરશો નહીં. હર્ષલે તેના શિક્ષકોનો પણ તેમના સમર્થન માટે આભાર માન્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ટ્રિપલ આઈટી નયાપુરના બીટેક સ્ટુડન્ટને પણ 85 લાખનું વાર્ષિક પેકેજ મળ્યું છે.