ગુજરાતમાં ૩ દિવસ વરસાદ પછી, વડોદરા સહિત ગુજરાતના ભાગોમાં નોંધપાત્ર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. વરસાદ સંબંધિત અકસ્માતોના પરિણામે 18,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને 300 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
રવિવારથી શરૂ થયેલા પૂરથી વરસાદ સંબંધિત ઘટનાઓમાં 29 લોકોના મોત થયા છે. વધુમાં, ભારતીય હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદ માટે એલર્ટ મોકલ્યું છે.
આ વચ્ચે એક વ્યક્તિએ જણાવ્યું કે અતિશય વરસાદને કારણે તેણે ત્રણ કાર પાણી ભરાઈ જવાથી ખરાબ થઇ ગઈ છે. વડોદરાના રહેવાસીએ રેડિટ પર પાણીમાં ફસાયેલી તેની ત્રણ કારની તસવીરો પોસ્ટ કરી હતી. પોસ્ટ મુજબ, મારુતિ સુઝુકી સિયાઝ, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને રૂ. 50 લાખથી વધુની કિંમતની ઓડી A6ને રાતોરાત ભારે વરસાદના કારણે નુકસાન થયું હતું.
“હવે જીવવા માટે કંઈ બચ્યું નથી…મારા ફ્લેટમાં તમામ 3 કાર હવે ખરાબ થઈ ગઈ છે,” તેણે પોસ્ટના કેપ્શનમાં લગભગ પાણીમાં ડૂબી ગયેલી કારની તસવીરો સાથે લખ્યું.