રાજપીપળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાનારા રોડ શો સંદર્ભે “નો ફ્લાય ઝોન” જાહેર કરાયો. ચાઇનીઝ તુક્કલ, ફુગ્ગા, પતંગ, વાવટા, ડ્રોન, પ્લાસ્ટિક તેમજ કાપડ ફરકાવવા / ઉડાડવા ઉપર પ્રતિબંધ
તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ ભારતના ગૃહમંત્રી અમિત શાહ રાજપીપલા ટાઉન ખાતે રોડ શો કરશે તેમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇ કાર્યક્રમ વિસ્તારોમાં “નો ફ્લાય ઝોન” જાહેર કરવા અંગે નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીને મળેલ સત્તાની રૂએ રોડ શો દમિયાન જાહે૨ સલામતી-સુરક્ષા જળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય નહી તે હેતુસ૨ જાહેરનામામાં નિર્દિષ્ટ કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તા.૨૫/૧૧/૨૦૨૨ ના રોજ ૦૦:૦૦ કલાક થી ૨૪:૦૦ કલાક સુધી રાજપીપલા શહે૨માં “નો ફ્લાય ઝોન” જાહે૨ ક૨વા. તથા “નો ફ્લાય ઝોન” માં જમીનથી આકાશ તરફ ઉડાવવામાં આવતા ચાઇનીઝ તુક્કલ, ફુગ્ગા, પતંગ, વાવટા, ડ્રોન, સિન્થેટીક પ્લાસ્ટિક તેમજ અમુક કલરના ફુકાવતા/ ઉડાવવામાં આવતા કાપડ ફરકાવવા/ ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.