ત્રણ-ત્રણ વાર વર્લ્ડ રેકોર્ડ બનાવી અરવલ્લી જિલ્લાની એક યુવતીએ સમગ્ર વિશ્વમાં ગુજરાત અને અરવલ્લી જીલ્લાનું નામ ગુંજતું કર્યુ છે. અરવલ્લીની નીલાન્સી પટેલે ટીનેજર કેટેગરીમાં વિશ્વમાં સૌથી લાંબા વાળ બનાવવાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. લાંબા વાળ રાખવાના શોખથી અરવલ્લી જિલ્લાની મોડાસાની નિલાંશી પટેલની આજે વિશ્વભરમાં એક નવી ઓળખ બની ગઇ છે.
નિલાંશી પટેલે લાંબા વાળા માટે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં હેટ્રીક સર્જી છે. આ વર્ષે 2020માં 190 સેન્ટિમિટર એટલે કે, છ ફૂટ આઠ ઇંચ સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા નિલાંશીએ વર્ષ 2018માં તેના સૌથી લાંબા વાળ 170 સેન્ટિમિટર એટલે કે, પાંચ ફૂટ સાત ઇંચ સાથે વિશ્વની ટીનેજર કેટેગરીમાં સ્થાન મેળવી વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો.
ત્યારબાદ હવે એક વર્ષ બાદ તેણે ફરીથી તેનો જ રેકોર્ડ તોડી વર્ષ 2019માં 190 સેન્ટિમિટર એટલે કે, છ ફૂટ આઠ ઇંચના લાંબા વાળનો ગિનિશ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. નીલાંશીના લાંબા વાળ જોઈને સૌ કોઈને કુતુહુલ થાય છે. નીલાંશી પોતાના લાંબા વાળ હોવાના ગર્વ સાથે જણાવે છે કે મારે લાંબા વાળના કારણે મારે મિત્રો પણ વધ્યા છે અને મારી મમ્મી પણ વાળની જાળવણી કરવામાં મદદ કરે છે.
બાળપણથી લાંબા વાળ રાખવાનો શોખ ધરાવતી નીલાંશી ટેબલ ટેનીસ અને સ્વીમીંગમાં પણ નિપુણતા ધરાવે છે. જેમાં તે રાષ્ટ્રીયકક્ષાએ ભાગ પણ લઇ ચુકી છે. આ ઉપરાંત તે અભ્યાસમાં પણ એટલી જ હોંશીયાર છે. તેણે તાજેતરમાં JEE એડવાન્સ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલે 107મો રેન્ક મેળવ્યો છે, અને તેણે ગાંધીનગર આઇ.આઇ.ટીમાં કેમીકલ એન્જિનિયરીંગમાં એડમીશન લીધુ છે.