ગુજરાતમાં કોરોનાના સંક્રમણને જોતા 23 નવેમ્બરથી લાગુ કરવામાં આવેલ રાત્રી કર્ફ્યૂને સરકાર દ્વારા નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી સુધી લંબાવાયુ હતું. જોકે, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જોતા અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને હજી લંબાવવામાં આવ્યુ છે.
સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને રાત્રી કર્ફ્યૂં યથાવત્ત 28 ફેબ્રુઆરી સુધી રાખવાનો નિર્ણય લીધો છે. જો કે સમયમાં ચોક્કસ ઘટાડો કરી દીધો છે. હવે રાત્રી કર્ફ્યૂ રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી અમલી રહેશે. 28 ફેબ્રુઆરી બાદ સરકાર દ્વારા આગામી નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં હાલ કોરોનાના કેસ ખૂબ જ કાબુમાં આવી ગયા હોવાથી કર્ફ્યૂ હટાવાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી. પરંતુ સોમવારે સાંજે મળેલી હાઈલેવલ કમિટી દ્વારા કર્ફ્યૂને 28 ફેબ્રુઆરી સુધી લંબાવવાનો એટલે કે આ મહિનાના અંત સુધી રાત્રી કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. જોકે, રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરાયો છે જે મુજબ હવેથી રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફ્યૂ રહેશે.