અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં તબીબ દંપત્તીના બેંક એકાઉન્ટ હેક કરવા મામલે વધુ એક ઇસમને પોલિસે ઝડપી પાડ્યો છે. માર્ચ મહિનામાં માલપુર નગરમાં તબીબી મહેશ શાહનું એકાઉન્ટ હેક કરીને 53.73 લાખ ગઠિયાઓએ ઉઠાવી લીધા હતા, જેમાં પોલિસે 2 લોકોને પહેલા જ ઝડપી પાડ્યા હતા, ત્યારે આ સમગ્રમ મામેલ નાઇઝીરિયાન ગેંગના એક સાગરિતને ઝડપી પાડવામાં સફળતા મળી છે. નાઇઝીરિયન ગેંગના સાગરીત સાગર માહોને બંગાળથી ઝડપી પાડ્યો છે, જેની પીછપરછમાં આ ગેંગ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી કુલ 2.79 કરોડની ઠગાઈ કર્યાનું ખુલ્યું છે.
આ ઠગ ટ્રોઝન વાયરસથી બેંક ખાતા હેક કરતો હતો અને તબીબના નંબરવાળુ સીમ કાર્ડનો જ ઉપયોગ કરતો હતો.માર્ચ મહિનામાં આ અંગે ફરિયાદ થઇ હતી, જેમાં મોડાસા સ્થિત એચ.ડી.એફ.સી ખાતામાં ત્રણ ટ્રાંજેક્શન કરી રૂ..19 લાખ અને અમદાવાદ સ્થિત એચ.ડી.એફ.સી ખાતમાં થી 6 ટ્રાંજેક્શન કરી રૂ. 34 લાખ 73 હજાર સેરવી લીધા હતા.આ પહેલા પોલિસે મોડાસાના 2 ઇસમને ઝડપી પાડ્ય હતા ત્યારે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગનો એક સાગરિત ઝડપાતા તપાસનો ધમધમાટ વધુ તેજ થયો છે