નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાઇવે પરથી પસાર થનારા તમામ વાહનો માટે 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કરવા જઈ રહી હતી પરંતુ હવે તેની મુદત વધારવામાં આવી છે. હવે તમારે પહેલી જાન્યુઆરીથી ફાસ્ટેગ માટે ચિંતા કરવાની જરૂર નથી. તમે હવે 15 ફેબ્રુઆરી સુધી તમારી ગાડીઓમાં ફાસ્ટેગ લગાવી શકશો.
NHAIએ લોકોને FASTag મળવામાં આવતી મુશ્કેલીઓ જોતા આ નિર્ણય લીધો છે. પહેલા દેશના તમામ રાષ્ટ્રીય રાજમાર્ગોથી પસાર થવા બદલ ટોલ ચૂકવવા માટે 1 જાન્યુઆરી 2021થી ગાડીઓમાં ફાસ્ટેગ લગાવવું ફરજિયાત કરી દેવાયું હતું. પરંતુ હવે લોકોને ફાસ્ટેગ લગાવવા માટે રાહત મળી છે અને દોઢ મહિનાનો સમય મળી ગયો છે. તમે હવે 15 ફેબ્રુઆરી સુધી તમારી ગાડીઓમાં ફાસ્ટેગ લગાવી શકશો.
મહત્વનું છે કે, ફાસ્ટેગ ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમથી ખરીદી શકાય છે. આ ઉપરાંત કઇપણ બેંક, પેટ્રોલ પંપ કે ટોલ પ્લાઝા પરથી ખરીદી શકાયછે. બેંકમાંથી ફાસ્ટેગ ખરીદતી વખતે તમારું જે બેંકમાં ખાતું હોય તેમાંથી જ ફાસ્ટેગ ખરીદો તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. NHAIના કહેવા મુજબ FASTagને મોબાઈલ નંબરની જેમ પોર્ટ પણ કરાવી શકાશે.