કોરોના વાયરસની મહામારી વચ્ચે જ્યાં સુધી ક્લાસરુમ શિક્ષણ શરુ ન થાય ત્યાં સુધી શાળા સંચાલકો ફી નહીં લઈ શકે આ આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા બાદ ખાનગી શાળાના સંચાલકોએ સરકારના આદેશથી નારાજગી દર્શાવી હતી. ખાનગી શાળાના સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી હતી. જોકે, આ નિર્ણયના 48 કલાક પણ નથી વીત્યાં ત્યાં તો ખાનગી શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે.
(File Pic)
હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખાનગી શાળાના સંચાલક મંડળ દ્વારા રાજ્યમાં ફરીથી ઓનલાઈન શિક્ષણ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વિદ્યાર્થી અને વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, સોમવારથી ખાનગી શાળાઓમાં ફરી ઓનલાઇન શિક્ષણ શરૂ થશે. શાળા સંચાલકોનો વિદ્યાર્થીના હિતમાં નિણર્ય લીધો છે. જો કે 22 જુલાઈએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની સ્વનિર્ભર શાળા સંચાલકોના નિર્ણય બાદ 24 કલાકમાં સરકાર એક્શનમાં આવી ગઈ હતી.
(File Pic)
શિક્ષણમંત્રીએ મૌન તોડી આપ્યું મોટું નિવેદન આપ્યું હતુ. ખાનગી શાળાઓના બદલે રાજ્ય સરકાર આપશે ઓનલાઈન શિક્ષણ આપશે તેવી જાહેરાત કરી હતી. હાલ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ ચાલુ જ છે ત્યારે હવે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અને અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. જોકે હવે ખાનગી શાળા સંચાલક મંડળે રાજ્યમાં ફરી ઓનલાઈન શિક્ષણ શરુ કરવાની જાહેરાત કરી છે.