વિક્રમ સંવત ૨૦૭૬નું વર્ષ વિદાય લઇ રહ્યુ છે. નવા વર્ષના સ્વાગતની તૈયારી ચાલી રહી છે. આજે બીજ એટલે કે દિવાળી છે. સામાન્ય રીતે દિવાળીનાં પછીના દીવસે નૂતન વર્ષ ઉજવાતુ હોય છે. જોકે આ વખતે બેસતા વર્ષ બાબતે એકથી વધુ મત પ્રવર્તે છે. આજે દિવાળી છે. શાસ્ત્રોકત દ્રષ્ટ્રીએ દિવાળી આવતીકાલે સવારે ૧૦:૩૦ વાગ્યા સુધી ગણાશે. અમુક વિદ્વાનો આવતીકાલ રાત સુધી દિવાળીનો ભાગ હોવાનું કહે છે.
આ વખતે રવિવાર અર્થાત કાલે ધોકો છે. પરંપરામાં માનનારો મોટો વર્ગ ધોકાના કારણે સોમવારે નૂતન વર્ષ ઉજવશે. પરંતુ કેટલાક લોકો ધોકાને માનતા નથી. કાલે અમદાવાદ સહિત દેશભરના બીએપીએસ સ્વામીનારાયણ સહિતના મોટાભાગના મંદિરોમાં અન્નકૂટ ઉજવાશે. બીએપીએસ સ્વામીનારાયણના તમામ મંદિરોમાં દિપાવલી પર્વના પૂજન અર્ચન ઓનલાઈન કરવામાં આવ્યા. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.
ત્યારે આવતીકાલે કેટલાક ગામો-શહેરોના લોકો ધોકો માનતા નથી અને કાલે જ નૂતન વર્ષની ઉજવણી કરશે. જ્યારે દિપાવલી પર્વમાં ધોકો આવે છે ત્યારે ઉજવણીમાં આવી સ્થિતિ સર્જાય છે. આમ તો કાલે રવિવાર છે. આ બાબતે કોરોનાના કારણે લોકો એકબીજાને ત્યાં જવાનું ટાળશે. અને ટેલિફોન દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ આપવાનું શરુ કરી દેશે. સોશ્યલ મીડિયામાં પણ દિપાવલી-નૂતન વર્ષની શુભેચ્છાઓનો દોર જામશે.