માર્ગ અને સલામતી માટે કેન્દ્ર સરકારે કડક નિયમો બનાવી ને થતા અકસ્માત માં કંટ્રોલ લાવવનો પ્રયત્ન કર્યો છે ત્યારે જેની જવાબદારી છે એવા ટ્રાફિક જમાદાર એ ધાનેરા ને ભગવાન ભરોસે મૂકી દીધું છે નવા કાયદા ના પ્રથમ દિવસે જ વાહન ચાલકોએ બિન્દાસ નવા કાયદા ના ધજીયા ઉડવ્યા હતા નેનાવા ત્રણ રસ્તા કારગિલ બસ સ્ટેન્ડ અને અગ્રવાલ રોડ પર વાહનચાલકો ખુલ્લેઆમ હેલમટ વગર વાહન ચલાવતા નજરે પડ્યા હતા અહીંયા મહત્વ ની બાબત એ પણ છે કે સવાર આઠ વાગ્યા થી બપોરે બાર વગયા સુધી કોઈ ટ્રફિક અધિકારી કે ટી.આર બી જવાન હજાર જોવા મળ્યા નહોતો તયારે સવાલ એ પણ ઉભા થઇ રહ્યા છે કે તહેવાર ના દિવસે પોલીસ ક્યાં ગઈ ? સુ નવા કાયદા નો અમલ કરાવવાની જવાબદારી આ ટ્રફિક પોલીસ ની નથી ? મોટા સાધનો અને પિક અપડાલા પાછળ દોડતી પોલીસ આજે ક્યાં ગાયબ થઈ ? હાઇવે પર રસ્તા વચ્ચે સાધનો ઉભા રાખવી ને પાછળ ટ્રફિક કરતા ટ્રફિક અધિકારી ક્યાં ખોવાઈ ગયા આવા અનેક સવાલો વચ્ચે આજે ધાનેરા ટ્રફિક પોલીસ ની રહેમ નજર હેઠળ ધાનેરા માં નવા કાયદા ના ધજીયા ઉડતા જોવા મળ્યા હતા તયારે બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ટ્રફિક અધિકારીઓ વિરુદ્ધ સુ પગલાં લે છે કે પછી ભેદી મૌન ધારણ કરી બેદરકાર અધિકારીઓ ને સાચવી લે છે એ તો આવનારો સમય જ બતાવશે