ગુજરાતમાં આવેલા પૂરમાં દિલધડક ઓપરેશન કરીને એરફોર્સના જવાનોએ લોકોના દિલ જીતી લીધા હતા. ત્યારે ગાંધીનગરમાં એરફોર્સ દ્વારા રેસ્ક્યુ ડેમોનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પૂરની સ્થિતિમાં કઈ રીતે કામગીરી થાય છે તે અંગેનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આ રેસ્ક્યુ ડેમો પ્રદર્શનમાં નવસારી-સુરત-જામનગર-ભૂજના પાયલોટ હાજર રહ્યા હતા. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તે પરિસ્થિતિમાં પણ રેસ્ક્યુ કઈ રીતે કરવામાં આવે છે તે અંગેનું ગાંધીનગર સાઉથ વેસ્ટર્નના જાંબાઝ એર કમાન્ડો દ્વારા જણાવામાં આવ્યુ હતું. જો કોઈ વ્યક્તિ પૂરના વહેણમાં ફસાઈ છે અને તે ચાલી શક્તી નથી તે વ્યક્તિને કઈ રીતે બચાવી શકાય છે તે અંગે પણ ખાસ રેસ્ક્યુ ડેમો દર્શાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, ગુજરાતમાં ચાલુ વર્ષે પૂરગ્રસ્ત વિસ્તારોમાં એરફોર્સે ૨૦૦થી પણ વધુ લોકોને ડૂબતા બચાવ્યા છે. ગુજરાતમાં કાર્યરત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા બચાવ કામગીરી માટે આઠ જેટલા હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાંક હેલિકોપ્ટર એમ.આઇ.-૧૭ પ્રકારના પણ હતા. ચોથી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી નસવારીમાં ફસાયેલા ૪૫ પુરૃષો, સ્ત્રીઓ અને બાળકોને એરલિફ્ટ કરી સુરતમાં સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જામનગરના જોડિયા પંથકમાં એરફોર્સે એમ.આઇ.-૧૭ના હેલિકોપ્ટરો મોકલી ૨૯ વ્યક્તિઓનો બચાવ કર્યો હતો. જેમાં એક સગર્ભા મહિલા પણ હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -