ગુજરાતમાં બાળકોને ધોરણ 1માં પ્રવેશ માટે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજહ હવે 6 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. હાલ આ વય મર્યાદા પાંચ વર્ષ હતી. એટલે કે 5 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવતો હતો.
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા હવે 6 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ નર્સરી, જુનિયર કેજી અને સિનીયર કેજીમાં ભણતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય 2023-24ના શૈક્ષણિક સત્રથી અમલી બનશે.
હાલ ત્રણ વર્ષ સુધી 5વર્ષ સુધીના બાળકોને પ્રવેશ આપવામાં આવશે અને ત્યારબાદના વર્ષથી 6 વર્ષ પૂર્ણ કર્યા હોયતેવા વિદ્યાર્થીઓને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કાયદાં કરવામાં આવેલા ફેરફાર મુજહ હવે કોઈપણ બાળક જે તે શૈક્ષણિક વર્ષમાં 1 જુનના રોજ 6 વર્ષ પૂર્ણ ન થયુ હોય તેવા બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં નહીં આવે.
શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 દરમિયાન કોઈ બાળક તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલા હશે તો તેમને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. આમ હાલમાં નર્સરી અને જુનિયર-સિનિયર કેજીમાં ભણતા બાળકોને મુશ્કેલી ન થાય તે માટે સરકારના નવા નિયમનો અમલ 2023-24થી કરવામાં આવશે.