ભારત-નેપાળ વચ્ચે વધેલા તણાવ વચ્ચે નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વતંત્રતા દિવસની શુભકામનો પાઠવી છે. સ્વતંત્રતા દિવસના પર્વે બંને દેશોના વડાપ્રધાને ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન નેપાળના પીએમ ઓલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે ભારતની પસંદગી થવા બદલ પણ દેશને અભિનંદન પાઠવ્યા હતા.
(File Pic)
બંને દેશોના વડાઓ વચ્ચે થયેલી વાતચીતની માહિતી આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતું કે, વાતચીત દરમિયાન બંને દેશોએ કોરોના મહામારી સામે એકજૂટ થઇને લડવાની તૈયારી દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારત અને નેપાળ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.
(File Pic)
નેપાળે મે મહિનામાં નવો રાજકીય નક્શો જાહેર કર્યો હતો. તેમાં ભારતના વિસ્તારને પોતાના દેશમાં સામેલ કરી લીધો હતો. નેપાળના આ નિર્ણયથી બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. વિદેશ મંત્રાલએ જણાવ્યું કે, ટેલીફોનિક વાતચીત દરમિયાન બન્ને દેશોમાં કોરના વાયરસ મહામારીના પ્રભાવને ઓછો કરવા માટે ચાલી રહેલા પ્રયાસોના સંદર્ભમાં પરસ્પર એકજૂટતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ આ મામલે નેપાળને ભારતનો નિરંતર સમર્થનની રજૂઆત કરી.