મહેસાણાના બહુચરાજી સિવિલમાં તંત્રની બેદરકારીને કારણે મૃતદેહ 3 કલાક સુધી સિવિલ હોસ્પિટલમાં રઝળી પડ્યો હતો. જેમાં અમદાવાદ અને મહેસાણા જિલ્લાની હદને લઇ મૃતદેહનું પીએમ પણ અટકી પડ્યું છે. ત્યારે બહુચરાજીના ડોકટરે PP કીટ ન હોવાનું કહી પીએમ કરવાનો સ્પસ્ટ ઇનકાર કરી દીધો હતો. સાથે સાથે જિલ્લાની હદને લઇ મૃતદેહને માંડલ લઇ જવની તબીબે સલાહ પણ આપી હતી. જેમાં મૃતકનું મોત અમદાવાદ જિલ્લાની હદમાં તાવના કારણે થયું હતું. પરંતુ મોતના સ્થળથી બહુચરાજી માત્ર 2 કિલોમીટર હોવાથી સાથી મિત્રો મૃતદેહને બહુચરાજી લઇ આવ્યા હતા.
મહત્વનુ છે કે, બહુચરાજી સિવિલમા સેફટી કીટના હોવાના કારણે લાશનું પીએમ અટક્યું હતું. અમદાવાદ ગ્રામ્યની હદમાં એક પ્રાઇવેટ કંપનીના શ્રમિકનું મોત થયું હતું. તાવ અને ઝાડા ઉલટીના કારણે મોતનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તેમજ બહુચરાજી સિવિલના ડોકટર એ પીએમ કરવા ઇનકાર કર્યો હતો. શંકાસ્પદ જણાતા બહુચરાજી સિવિલના ડોક્ટરે સેફટી કીટ ન હોવાથી પીએમ કરવાનો ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. કલાકો સુધી લાશ ટ્રેકટરની ટ્રોલીમાં પડી રહી હતી. તેમજ સેફટી માટેની કીટ ન હોવાથી લાશના પીએમ માટે ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમજ કલાકો બાદ શ્રમિકના સહકર્મી પીએમ માટે માંડલ લઈ જવા રવાના થયા હતા.