થાનના નવાગામ અને સારસાણામાં અગાઉ બે જ્ઞાતિઓ વચ્ચે થયેલી માથાકુટના કારણે એક જ્ઞાતિના પરિવારો હીજરત કરી ગામ છોડી ગયા હતા. જે અંગે તાજેતરમાં હાઇકોર્ટે હીજરતી પરિવારોને પુન: વસવાટ કરાવવા આદેશ કરતા આજે સોમવારે તમામ પરિવારોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમના ઘરોમાં પુન: વસાવટ કરાવવામાં આવશે. ગામમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ અને એસઆરપી સહીતનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. થાનના નવાગામ અને સારસાણામાં વર્ષ 2010 થી બે જ્ઞાતિઓ વચ્ચે થયેલી માથાકુટના કારણે બંને ગામમાં અવારનવાર ઝઘડાઓ થતાં હતા. અને બંને પક્ષના લોકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો અને અમુક ભરવાડ પરિવારો હીજરત કરી હળવદ, મોરબી અને ધ્રાંગધ્રા પંથકમાં ચાલ્યા હતા. આ હીજરત કરી ગયેલા પરિવારોના પુન:વસાવટ કરવા અંગે સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસે પણ પ્રયાસો કર્યા હતા ત્યારે તાજેતરમાં હાઇકોર્ટે આદેશ કરી તમામ પરિવારોને તારીખ 4 નવેમ્બરના રોજ તેમના મુળ નિવાસસ્થાને પુન: વસવાટ કરાવવા આદેશ કર્યો છે. જેને લઇને રવિવારે સાંજથી નવાગામમાં પોલીસ અને એસઆરપીની ટુકડીઓ ઉતારી દેવાઇ હતી. તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ રવિવારે સાંજે થાન પોલીસ મથક ખાતે કોળી અને ભરવાડ બંને જ્ઞાતિના આગેવાનો સાથે બેઠક યોજી હતી. અને ગામમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ જળવાઇ રહે તેવા પ્રયાસો કરવા અપિલ કરી હતી

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -