Navratri Recipe 2022: માં અંબાને નોરતામાં તમે ચોકલેટ પેંડાનો પ્રસાદ બનાવીને ધરાવો. આ પ્રસાદ તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો. ચોકલેટ પેંડા બાળકોથી લઇને મોટા એમ દરેક લોકોને ભાવતા હોય છે. ચોકલેટ પેંડા તમે ઘરે બનાવો છો તો બહુ સમય પણ બગડતો નથી અને ઝટપટ બની પણ જાય છે. અનેક લોકો નોરતામાં બહારનો પ્રસાદ લાવીને ભગવાનને ધરાવતા હોતા નથી. આમ, તમે પણ ચોકલેટ પેંડા તમે આ રીતે ઘરે બનાવો છો તો એકદમ બહાર જેવા જ બનશે. તો જાણો આ પેંડા તમે કેવી રીતે ઘરે બનાવશો.
ચોકલેટ પેંડા બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં કંડેન્સ્ડ મિલ્ક અને કોકો પાવડર એડ કરો. આ બન્ને વસ્તુને ધીમા ગેસે સતત હલાવતા રહો. હવે આમાં બદામની કતરણ એડ કરો. હવે જ્યાં સુધી આમાંથી ચાસણી બધી શોષાઇ ના જાય અને પાણીનો ભાગ સૂકો ના પડી જાય ત્યાં સુધી ધીમા ગેસે સતત હલાવતા રહો.
આ પ્રોસેસ થઇ જાય પછી ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણને એક થાળીમાં લઇ લો અને થોડુ ઠંડુ થાય એટલે પેંડા વાળો. હવે બજારમાં પેંડાના મોલ્ડ પણ સરળતાથી મળી રહે છે. આમાં તમને ગમતો બીજો શેપ પણ કરી શકો છો. નાના-નાના વાળેલા પેંડાને હવે એક પ્લેટમાં લઇ લો. હવે આ પેંડા પર ઉપરથી બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો. તો તૈયાર છે ચોકલેટ પેંડા.
ચોકલેટ પેંડા તમે જ્યારે બનાવો ત્યારે ખાસ કરીને ગેસ ધીમો રાખો અને મિશ્રણને સતત હલાવતા રહો. જો તમે ગેસ ફાસ્ટ રાખો છો તો ચોકલેટ બળવાની સ્મેલ આવશે અને પેંડા ટેસ્ટમાં પણ સારા થશે નહીં.