એક્ટ ફાઉન્ડેશન ( Alliance Contriving Transformation Foundation ) અને નેહરુ યુવા કેન્દ્ર સંગઠન-ગુજરાત, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ- ભારત સરકાર દ્વારા નેશનલ એવોર્ડ અંતર્ગત માહિતી આપતા રાષ્ટ્રીય કક્ષા નાં ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દેશ નાં ૨૧ થી વધારે રાજ્યો નાં કુલ ૧૨૩ જેટલા લોકો એ ભાગ લીધો હતો. કાર્યક્રમ ની શરૂઆત શ્રીમતી. મનીષાબેન શાહ, સ્ટેટ ડીરેક્ટર, શ્રી શીવાદાયલ શર્મા, ડેપ્યુટી ડીરેક્ટર, પવનકુમાર અમ્રાવત, ડેપ્યુટી ડીરેક્ટર, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન, ગુજરાત દ્વારા કરવામાં આવી હતી.
જેમાં તેઓ એ રાષ્ટ્રીય યુવા પુરસ્કાર અને એન.એસ.એસ. પુરસ્કાર અંગે ની અસરકારક માહિતી આપી હતી. ત્યારબાદ રાષ્ટીય યુવા પુરસ્કાર વિજેતા , શ્રી પ્રતિક બચાણી દ્વારા બન્ને પુરસ્કાર ની ઓનલાઈનઅરજી કેવી રીતે કરવી અને તેનું પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવવું તેની સંપૂર્ણ માહિતી આપી હતી. આ સમગ્ર વેબિનાર અંતર્ગત રાષ્ટ્રીય પુરસ્કાર માટે કેવી રીતે તૈયારી કરવી તેના વિશે વિસ્તારપૂર્વક સમજણ આપવામાં આવી હતી. જેનું સમગ્ર સંચાલન એક્ટ ફાઉન્ડેશનનાં કાર્યકર્તા શ્રી પીનાકીન રાઠોડ, અને ચાર્મી પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું .