રાજ્યમાં શરુ કરવામાં આવેલ 108 એમ્બુલન્સ સેવાને આમ તો રાજ્યના જિલ્લામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 108 એમ્બુલન્સ સેવા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા ઉપરાંત સ્થળ પર જ તેને ટ્રિટમેન્ટ પૂરી કરવામાં ખૂબ જ મદદરુપ સાબિત થઈ રહી છે. ત્યારે 108 એમ્બુલન્સ સેવાના કર્મચારીઓને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ભૂજમાં ચાલતી 108 એમ્બુલન્સ સેવાના યુનિટને રાષ્ટ્રીય લેવલે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. કચ્છ એક એવો જિલ્લો છે જે દુર્ગમ જિલ્લો છે અને દૂર-દૂર સુધી ફેલાયેલા આ જિલ્લામાંથી દર્દીઓને જિલ્લા મથકે સારી હોસ્પિટલમાં લાવવા માટે ઘણો સમય જાય છે. તેવા સમયે 108ની અંદર રહેલા ટ્રેઈન થયેલા કર્મચારીઓ દર્દીની જિંદગી બચાવવા માટે સમગ્ર રસ્તા દરમિયાન ઝઝૂમતા હોય છે અને દર્દીઓનો જીવ બચાવે છે. આવા જ એક ડીલીવરી સમયની 108ની સેવાથી માતા અને બાળકનો જીવ બચી ગયો હતો અને જેની સ્થાનિક ડોક્ટરોએ બચવાની આશા છોડી દીધી હતી, ત્યારબાદ તેમને ભુજની મોટી હોસ્પિટલ માટે રવાના કર્યા હતા તે દરમિયાન 108 કર્મચારીઓએ જે સેવા આપી હતી જેનાથી પ્રભાવિત થઈ તેમને રાષ્ટ્રીય એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -