અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના પર્સીવન્સ રોવરે મંગળની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી લીધુ છે. લગભગ 7 મહિના પહેલા આ રોવરે ધરતી પરથી ટેકઓફ કર્યું હતું. NASA એ આ સફળતા ભારતીય-અમેરિકી મૂળના વૈજ્ઞાનિક ડો.સ્વાતિ મોહનના નેતૃત્વમાં મેળવી છે.
પર્સીવરેન્સ રોવર મંગળ ગ્રહ પર જીવનની સંભાવનાઓની શોધ કરશે. નાસાના જણાવ્યાં મુજબ રોવરે મધરાત્રીએ મંગળની સૌથી ખતરનાક સપાટી જેજેરો ક્રેટર પર લેન્ડિંગ કર્યું જ્યાં એક સમયે પાણી હતું. મળતી માહિતી મુજબ, અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના પર્સેવરેંસ રોવર ગુરુવારે રાત્રે મંગળ પર ઉતર્યા હતા.
નાસાએ કહ્યું કે પર્સેવરેંસ રોવર સફળતાપૂર્વક મંગળની સપાટી પર ઉતર્યો છે. નાસાના વૈજ્ઞાનિકો અને તેના ઉતરાણ સાથેના કર્મચારીઓ વચ્ચે માં ખુશીની એક લહેર દોડી હતી. ખરેખર, લાલ ગ્રહ પર મનુષ્યને સ્થાયી કરવાની આશામાં નાસાનો પ્રયાસ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. પર્સેવરેંસ રોવરની મંગળ પર સૂરક્ષિત લેંડિગ બાદ, કાર્યકારી પ્રશાસક સ્ટીવ જર્કજીએ પોતાની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ રોવર મંગળની સપાટી પર માઇક્રોબાયલ લાઇફના સંકેતોની શોધ કરશે તેમજ તૂટેલા ખડક અને ધૂળના નમૂનાઓ એકત્રિત કરશે. આ નમૂનાઓ આવતા વર્ષોમાં બીજી અભિયાન દ્વારા પૃથ્વી પર પરત લાવવામાં આવશે.