માં નર્મદામૈયા બ્રિજ ભારે વાહનો માટે બંધ, ભારે વાહનોના કારણે થતા અકસ્માતોના વધતા બનાવોને લઈ લેવામાં આવ્યોનિર્ણય, નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના પ્રતિબંધના જાહેરનામાનો પહેલા દિવસએ ફિયાસકો. ભરૂચની નર્મદા નદી ઉપરગોલ્ડન બ્રિજને સમાંતર મા નર્મદા મૈયા બ્રિજનું ગત વર્ષે લોકાર્પણ કરાયું હતું હજી બ્રિજ કાર્ય થયાને એક વર્ષ પણ થયા નથી ત્યાં450 કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજ ઉપર ભારે વાહનોના રીતે અકસ્માતોની વણઝાર સર્જાઈ ગઈ હતી નર્મદામૈયા બ્રીજ ઉપર અકસ્માતો દાળમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ને રજૂઆત કરી હતી. નર્મદામૈયા બ્રીજ ઉપર જે ભારે વાહનો જતા હતા અને અકસ્માતો સર્જાતા હતા.
જેનો સુખદ નિવારણ આવ્યું છે જિલ્લાવહીવટીતંત્ર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી આજથી નર્મદામૈયા બ્રીજ પર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.. જેમાં ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ ની સાથે એસટી બસ નો પણ સમાવેશ થતા આજ થી 15 દિવસ માટે માંનર્મદામૈયા બ્રીજ ભારે વાહનો માટે બંધ થવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી માંનર્મદામૈયા બ્રીજ પર ભારે વાહનોની અવરજવર અટકાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે પરંતુ હાલ પણ કોઈ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા ભારે વાહનોની અવરજવર માં નર્મદામૈયા બ્રીજ પર યથાવત જોવા મળી રહી હતી…