વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવી હસ્તી છે જેમના વિશે માત્ર દેશના જ નહીં દુનિયાભરના લોકો જાણવા માંગે છે. હાલમાં પીએમ મોદીએ પોતાની સંપત્તિ અને રોકાણ વિશે જાણકારી આપી છે. સંપત્તિ અને લાયબલિટીને લઈને વડાપ્રધાન મોદી તરફથી જે તાજી માહિતી આપવામાં આવી છે જે મુજબ છેલ્લા 15 મહિનામાં વડાપ્રધાન મોદીની મૂવેબલ અસેટ્સમાં લગભગ 37 લાખનો વધારો થયો છે. આ ઉપરાંત તેઓએ પોતાની કમાણીનો મોટો હિસ્સો અહીં ઇન્વેસ્ટ કર્યો છે.પીએમ મોદીએ આ વર્ષની પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. તેમની સંપત્તિ ગત વર્ષના મુકાબલે 36 લાખ રૂપિયા વધી છે.
એવુ અનુમાન છે કે દર મહિને તેમની સંપત્તિમાં 3 લાખ રૂપિયાનો વધારો થયો છે. પીએમ મોદી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ મોદી ટર્મ ડિપોઝિટ અને સેવિંગ્સ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવે છે. ગત નાણાકીય વર્ષમાં તેમની કુલ મૂવેબલ સંપત્તિ 1 કરોડ 39 લાખ 10 હજાર 260 રૂપિયા હતી. હવે તે 26.26 ટકા વધીને 1 કરોડ 75 લાખ 63 હજાર 618 રૂપિયા થઈ ગઈ છે.
નરેન્દ્ર મોદી પાસે નથી પોતાની કોઈ કાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે કોઈ કાર નથી. તેમની પાસે સોનાની ચાર અંગૂઠી છે. NSCમાં તેમણે 8 લાખ 43 હજાર 124 રૂપિયા જમા કરાવ્યા છે. લાઇફ ઇન્સ્યોરન્સ માટે તેઓ 1 લાખ 50 હજાર 957 રૂપિયા જમા કરાવે છે. નાણાકીય વર્ષ 2019-20માં તેઓએ NSCમાં 7 લાખ 61 હજાર 646 રૂપિયા જમા કરાવ્યા હતા. લાઇફ ઇન્સ્યોરન્સ પ્રીમીયમના રૂપમાં તેઓએે 1 લાખ 90 લાખ 347 રૂપિયા જમા કરાવ્યા હતા.
પીએમ મોદીએ ક્યાં કર્યુ કેટલું રોકાણ
1. પીએમ મોદીના સંપત્તિ ડિક્લેરેશન અનુસાર તેમના સેવિંગ્સ એકાઉન્ટમાં 3.38 લાખ રૂપિયા છે. જોકે માર્ચ 2019માં 4,143 રૂપિયા હતા.
2. કેશના નામે 30 જૂનના રોજ તેમની 31,450 રૂપિયા હતા.
3. પીએમ મોદીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ગાંધીનગર બાંચમાં ડિકસ્ડ ડિપોઝિટ કરાવી છે.
4. આ એફડીનું વેલ્યૂ ગત વર્ષે 1,27,81,574 રૂપિયાથી વધીને હવે 1,60,28,039 રૂપિયા થઇ ચૂક્યું છે. એટલે કે ફક્ત FD થી જ તેમને 32.46 લાખ રૂપિયાનું વ્યાજ મળે છે.
5. આ ઉપરાંત પીએમ મોદીએ લાઇફ ઇંશ્યોરન્સ પણ કરાવ્યો છે, વીમાનું પ્રીમિયમ દર વર્ષે 1,50957 રૂપિયા જાય છે.
6. પીએમ મોદી નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSCs) રોકાણ કરે છે, તેમની પાસે 8,43,124 રૂપિયાના NSCs છે.
7. પીએમ મોદી ઇંફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સમાં પણ રોકાણ કરે છે. જાન્યુઆરી 2020માં તેમણે 20 હજાર રૂપિયાના ઇંન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ખરીદ્યા હતા જે મેચ્યોર નથી થયા.