રાજયમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેમાં લોકોના જીવ પણ જતાંહોય છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ અકસ્માતની વણઝાર યથાવત છે. અમરેલી જિલ્લાના કુંકાવાવના બસ સ્ટેન્ડનજીક દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ધાણા ભરેલું કન્ટેનર ટ્રક અમરેલી રોડના વળાંકમાંપલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. કુંકાવાવ ખાતે ટ્રકે પલ્ટી મારતા બાઇક નીચે દબાયુ હતું. બાઇકમાંસવાર બનેવી અને સાળી ટ્રક નીચે દબાયા હતા. કન્ટેનર ટ્રક નીચે દબાયેલા બાઇક સવાર બનેવી સાળીને બહાર કાઢવા 3 જેસીબીની મદદ લેવામાં આવી હતી.
બાઇક લઈને બરફનો ગોળો લેવા આવેલા સાળીબનેવી દબાઈ જતા લોકોના ટોળા ઉમટ્યા હતા. અકસ્માતને પગલે ડી.વાય.એસ.પી. સહિતની પોલીસકાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. ત્યારે એકાદ કલાકની જહેમત ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 વડેઅમરેલી સારવારમાં ખસેડાયા હતા. અકસ્માતમાંવાલીબેન ડુંગરભાઈ બાંભણીયા અને વિજય મનસુખભાઈ સોલંકી ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.