રામ મંદિરને લઈને દેશમાં કેટલી બધી ઉત્સુકતા છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે કાશીમાં રામ મંદિર નિર્માણ માટે 3 કરોડ રૂપિયા દાન જમા થઈ ગયું છે. આ અભિયાનમાં અયોધ્યાના મુસ્લિમ પણ ભાગ લઈ રહ્યા છે.
પવિત્ર નગરીની ધર્મનિરપેક્ષતા અને સમન્વયતા વધારવા માટે ઇકરા અનવર ખાને રામ મંદિરના નિર્માણ માટે 11 હજાર રૂપિયાનું દાન આપ્યું છે. જોકે સૌથી વિશેષ વાત એ છે કે ઇકરા અનવર ખાન નામની આ મુસ્લિમ યુવતીએ હાથમાં શ્રીરામના નામનું સ્થાયી ટેટૂ બનાવી લીધું છે.
તમને જણાવી દઈએ કે ઇકરા અનવર ખાન લો ની વિદ્યાર્થિની છે. તેણે રામ મંદિરના ભૂમિપૂજનના સમયે શ્રીરામનું સ્થાયી ટેટૂ પણ પોતા હાથ પર બનાવ્યું છે. હવે તેણે મંદિર નિર્માણ માટે 11 હજાર રૂપિયા દાન આપ્યા છે. ઇકરા અનવરનું કહેવું છે કે રામ અમારા પૂર્વજ છે અને આપણે મળીને મંદિરનું નિર્માણ કરવું જોઈએ.
રાજકારણીઓ જ ધર્મને વહેંચવાનું કામ કરે છે, આપણે તેનાથી ભાગલા પાડવા ના જોઈએ. તેણે જણાવ્યું કે, આપણે દરેક ધર્મને સન્માન આપવું જોઈએ અને આ જ સન્માન અને ભક્તિના કારણે મેં શ્રીરામ મંદિરના નિર્માણમાં 11 હજાર રૂપિયા યોગદાન આપ્યું છે. રામ મંદિર ભવ્ય રૂપમાં બનશે અને હું શ્રીરામના દર્શન કરવા માટે ત્યાં જઇશ.