સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં બે વર્ષની બાળકી સાથે થયેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં સુરત સેશન્સ કોર્ટમાં આજે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બળાત્કાર બાદ હત્યા કરનાર આરોપીને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
સુરતના સચિનની દોઢ વર્ષની બાળા સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર ઇસ્માઇલ હજાતને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ઇસ્માઇલ હજાતે 27 ફેબ્રુઆરી 2023ના રોજ બાળકીની હત્યાને અંજામ આપ્યો હતો.