પંજાબના હોશિયારપુર જિલ્લામાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ મર્ડર મામલે ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, હાથરસમાં પિકનિક માટે ગયેલા ભાઈ-બહેનની જોડી હવે ક્યાં છે? કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ હોશિયારપુર ન જવા પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર સવાલ ઉઠાવ્યો છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે દુષ્કર્મની ઘટનાને કોઈ રાજકારણ સાથે જોડવા નથી માંગતા. અમે કોંગ્રેસ પાર્ટીથી પૂછી રહ્યાં છે કે, જ્યાં કોંગ્રેસની સરકાર નથી, ત્યાં ભાઈ-બહેનની જોડી પિકનિક મનાવવા જાય છે, પરંતુ જ્યાં કોંગ્રેસ સરકારનું રાજ છે ત્યાં દુષ્કર્મ થયા છે તો રાહુલ ગાંધીનું ટ્વીટ પર નથી આવતું.
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, હાથરસની ઘટના પર કોંગ્રેસના 35 સાંસદોએ ટ્વીટ કરી અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ હોશિયારપુરમાં એક અનુસૂચિત જાતીની બાળકી પર થયેલી બર્બરતા પર બધા ચુપ છે.
ઉલ્લેખનીય કે, પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડામાં મૂળ રીતે બિહારની એક દલિત યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ બાદ ટાંડામાં છ વર્ષની બાળકીને સળગાવી દેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં હાલ બે લોકોની ધરપકડ પણ કરી છે.