બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત કેસની તપાસ અંગે મુંબઈ પોલીસ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હાઇપ્રોફાઇલ કેસ મામલે મુંબઈ અને બિહાર પોલીસ આમને સામને છે. આત્મહત્યા અને હત્યાની વચ્ચે ઘેરાયેલા આ કેસમાં રોજ નવાં નવાં તથ્યો સામે આવી રહ્યા છે. મુંબઈ અને બિહાર પોલીસ વચ્ચે ચાલી રહેલી ટક્કર વચ્ચે મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહે મીડિયા સાથે વાતચીત કરી છે.
(File Pic)
સુશાંતસિંહ રાજપૂતનાં મોત મામલે મુંબઇ પોલીસે અનેક મહત્વના ઘટસ્ફોટ કર્યા છે. સોમવારે મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહે કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા કરતા પહેલા ગૂગલ પર ઘણી વસ્તુઓની શોધ કરી હતી. આમાં બાયપોલર ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિઆ, પીડારહિત મૃત્યુ અને પોતાનું નામ શામેલ છે.
(File Pic)
પોલીસ કમિશનરે જણાવ્યું કે તપાસ દરમિયાન 16 જૂનના રોજ સુશાંતના પરિવારના લોકોનું નિવેદન લેવામાં આવ્યું હતું. એ સમયે કોઈને કોઈ શંકા ન હતી. સુશાંતના પિતાએ પોલીસને જે નિવેદન આપ્યું હતું તે અમારી પાસે છે. પરમબીરે કહ્યુ કે આ તમામ નિવેદન સુશાંતના જીજાજી ઓ.પી.સિંહની સમક્ષ લેવામાં આવ્યા હતા. એટલે સુધી કે તમામ નિવેદનો પર તેમના હસ્તાક્ષર છે. આ મામલે તપાસ કરતા અમે 13 અને 14 તારીખના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. કોઈ પાર્ટી અંગે અમને કોઇ જાણકારી નથી મળી.