મુંબઈના 26/11 આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ અને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તોયબાના ઓપરેશન કમાન્ડર ઝકીઉહર રહમાન લખવીની ધરપકડ કરી લેવામાં આવી છે. આતંકી લખવીની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. આતંકીઓને ફંડિગ અને અન્ય મદદ કરવાના આરોપમાં પાકિસ્તાન સરકારે તેની ધરપકડ કરી હતી.
લખવી અને હાફિઝ સઇદે સાથે મળીને મુંબઇ 29 નવેમ્બર 2008ના આતંકી હુમલાનું પ્લાનિંગ કર્યું હતું. આતંકી સંગઠન લશ્કર એ તૈયબાબના કમાન્ડર લખવીને મુંબઇ હુમલા પછી યૂએનએસસીની રજૂઆથ હેઠળ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયો હતો.
આપને જણાવી દઈએ કે, સમગ્ર દેશને હચમચાવનાર મુંબઈ આતંકી હુમલામાં લશ્કર એ તૈયબાના આતંકીઓનો જ હાથ હતો. લશ્કરના 10 આતંકીઓએ મુંબઇમાં બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારી કરી આતંક ફેલાવ્યો હતો. આ આતંકી હુમલાએ કુલ 166 લોકોનો ભોગ લીધો હતો, 300થી વધુને ઘાયલ કર્યા હતા. મહત્વનું છે કે, લશ્કર કમાન્ડર લખવીને છ વર્ષની સજા બાદ પાકિસ્તાને એપ્રિલ 2015માં મૂક્ત કર્યો હતો, ત્યારે ફરી એકવાર પાકિસ્તાને આતંકીઓને ફંડિંગ કરવાના કેસમાં લખવીની ધરપકડ કરી છે.