જંગલમાં પડેલા ભારે વરસાદના કારણે હાલમાં જંગલમાં હરિયાળી ફૂટી નીકળી છે અને ઘાસ ઊગી નીકળતા મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. જ્યારે બીજી તરફ રેવન્યુ વિસ્તારમાં પણ ઘાસ ઊગી નીકળતા હાલમાં દૂધાળા પશુઓ ચરિયાણ વિસ્તારમાં ચરવા આવે છે. ચોમાસા દરમિયાન ગીર જંગલમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા વન્ય પ્રાણીઓ રોડ ઉપર આવી ચડે છે. સારા વરસાદથી ગીરનું જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસા દરમિયાન ગીર જંગલમાંથી વન્યપ્રાણીઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તાર તરફ અને ડુંગર ઉપર આવી રહ્યા છે. ગત રાત્રે ગીર જંગલ બોર્ડર નજીક પસાર થતા રસ્તા પર અચાનક એક દીપડો આવી ચડ્યો હતો. આથી બંને તરફ વાહનો થંભી ગયા હતા. એક કાર ચાલકે પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ વીડિયો ગીર બોર્ડર નજીકના આકોલવાડી વિસ્તારનો હોવાનું અનુમાન લગાવી શકાય છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -