દાહોદમાં ઉતર પ્રદેશના શ્રમિકો ભઠવાડા ટોલનાકા પાસે અટવાઈ ગયા છે. મળતી વિગત અનુસાર 400થી પણ વધુ શ્રમિકો અટવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં દાહોદમાં કોઈ સંકલન જોવા નથી મળી રહ્યું. જેના કારણે હાલ અનેક શ્રમિકો હેરાન થઈ રહ્યા છે. તેમજ શ્રમિકો પોતાને માદરે વતન જવાની અપીલ કરી રહ્યા છે. તેમજ સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
મહત્વનુ છે કે, છેલ્લા ત્રણ દિવસથી આ શ્રમિકો અટવાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એક બાજુ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે જે લોકો ઉતર પ્રદેશ, રાજસ્થાનથી કમાવવા માટે આવે છે. તેવા લોકો માટે ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. ત્યારે આવા પરપ્રાંતીય મજૂરો માટે સરકારે અમુક છૂટ આપી છે. જેના કારણે તેઓ પોતાના વતન પરત ફરી શકે છે. પરંતુ દાહોદમાં આના વિપરીત દ્રશ્યો જોવા મળી રહ્યા છે.