ડભોઇ તાલુકા ના રાજલી ગામે મગર છેલ્લા ઘણા સમય થી તળાવ મા હોય ગ્રામજનો મા ભય નો માહોલ હતો આશરે 4 જેટલા.મગર હોવાની આશંકા સેવાઇ રહી છે ત્યારે ડભોઇ વન વિભાગ મા ફોરેસ્ટર કલ્યાનીબેન ચૌધરીને જાણ કરાતા બે દિવસ મા 2 મગર ઝડપી પાડી ગ્રામજનો ને રાહત આપી છે ગત રોજ રાજલી તળાવ માંથી 7 ફૂટ ના મગર નું રેસ્ક્યુ કર્યા બાદ પાંજરું મુકવામાં આવ્યું હતું મોડી રાત્રે વધુ એક 11 ફૂટ નો મહાકાય મગર પાંજરે પુરાયો હતો મગર ને જોવા ગ્રામજનો ના લોકટોળા ઉમટી પડ્યા હતા
જ્યારે ડભોઇ વનવિભાગ અને ડભોઇ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ના અવી બારોટ, ભાર્ગવ ભટ્ટ, અલય શાહ, વિપુલ વસાવા અને ધવલ પરમાર દ્વારા મગર ને વનવિભાગમા ફોરેસ્ટર કલ્યાનીબેન ચૌધરી ને સાથે રાખી મગર ને ઝડપી વનવિભાગ લઇ આવ્યા હતા બાદ વનવિભાગ દ્વારા મગર ને રહેનાક વિસ્તાર થી દુર છોડી મુકવા તેમજ અન્ય મગર જે રાજલી તળાવ મા હજી પન હોવામી આશંકા છે તે માટે પુનઃ પાંજરું મુકવામાં આવ્યું છે.