– દેશમાં કોરોના વાયરસના કેસ 63 લાખને પાર થઇ ગયા છે. એક સ્ટડી પ્રમાણે કોરોના વાયરસ સંક્રમિત લોકોનો દસમો હિસ્સો સુપર સ્પ્રેડર એટલે કે સંક્રમણ સૌથી વધારે ફેલાવનાર છે. તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તેના લીધે 60 ટકા કેસ વધી ગયા હોવાનુ તારણ સામે આવ્યું છે. સાયન્સ જર્નલમાં sars-cov-2ના ટ્રાંસમિશન પેટર્ન પર કરવામાં આવેલી સ્ટડીમાં આ વિગત સામે આવી છે.
આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં કરવામાં આવેલ આ સ્ટડી વિશ્વમાં કદાય સૌથી મોટી કોરોના સ્ટડી છે. આ રિસર્ચ 575000 લોકો પર સંક્રમણ પેટર્નના અધ્યયન કરવામાં આવ્યું. જેમાં 85 હજાર લોકો સંક્રમિત નીકળ્યા હતા. આ રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો કે કોવિડ-19ના એક્ટિવ સ્પ્રેડર છે.
વૉશિંગટનના સેન્ટર ફોર ડિઝીઝ ડાયનામિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસીઝના ડાયરેક્ટર રમનાન લક્ષ્મીનારાયનને સ્ટડીનુ નેતૃત્વ કર્યું હતું જેમાં તે પણ સામે આવ્યુ કે 40થી લઇને 69 વર્ષના ઉંમરના લોકો વધારે પ્રમાણમાં મૃત્યુ પામે છે. સંક્રમણનુ સૌથી મોટુ કારણ મુસાફરીને માનવામાં આવ્યું છે. સ્ટડીમાં તે પણ સાબિત થયુ કે આ ઉંમરમાં ભારતીયો બિમારીઓ સામે લડવામાં માને છે.