મોરબીમાં તહેવારના લોકો ઠેર ઠેર જગ્યાએ અનોખા આયોજનો કરતાં હોય છે જેમાં તાજેતરમાં નવરાત્રીના આયોજન મોરબીમાં ભવ્ય કરવામાં આવ્યા હતા અને માતાજીની આરાધના કરવામાં આવી હતી ત્યારે અબોલ પશુઓની સેવા કરવાની લોકો સાચી સેવા ભૂલી જાય છે જુના જમાંનામાં લોકો તહેવારના દિવસોમા ગરીબોને અનાજ,કપડાંનું દાન અને અબોલ પશુઓને ચારો નાખી પોતાના તહેવારને ઉજવતા હતા અને આ તહેવારનો મુખ્ય ભાગ આપણી પરંપરા માં રહ્યો છે જેથી કોઈ પણ ગરીબ કે જીવ તહેવારના દિવસે ભૂખ્યા ન રહે પંરતુ ધીમે ધીમેં આ પરંપરા લુપ્ત થતી જતી રહી છે.જેમાં મોરબી તાલુકા પોલીસમાંથી તાજેતરમાં જ નિવૃત થયેલા એ એસ આઈ મુકુંદરાય પ્રેમશંકર જોશીએ દશેરાનો તહેવાર અનોખી રીતે જ ઉજવ્યો હતો જેમાં દશેરા ના પવિત્ર દિવસે ગરીબોના પરિવારને મીઠાઈ,કપડાં અને ગજરાજને ભોજન કરાવી મહાવતને સાલ ઓઢાડી કપડાં નું દાન કર્યું હતું.નિવૃત એ એસ આઈ મુકુંદરાય જોશી દ્વારા ગજરાજને પોતાના ઘરે આમંત્રિત કરી અને તેની વિધિવત પૂજા અર્ચના કરી આરતી ઉતારી અને ચોખા ઘીના લાડુનું ભોજન કરાવ્યું હતું જેમાં મોરબીમાં “ગજ ભોજન” નો આ પ્રથમ પ્રસંગ હશે તેવું કહેતા નકારી શકાય નહીં.