મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 6માં આવેલી શ્રીજી ટ્રાવેલ્સની ઓફિસમાં સુરતથી એક ગાંજાનું પાર્સલ આવ્યું છે. જે મોરબીની મેમણ શેરીમાં રહેતા આમદભાઈ સતારભાઈ મેમણે મંગાવ્યું હોવાની અને આ ગાંજાનો ડિલિવરી લેવા તે શ્રીજી ટ્રાવેલ્સની ઓફિસે આવવાનો છે તેવી બાતમી મળતા એસઓજી સ્ટાફના શંકરભાઇ ડોડીયા સહિતની ટીમ શ્રીજી ટ્રાવેલ્સ ઓફીસ પાસે વોચમાં ગોઠવાયા હતા. ત્યારે ગાંજાના પર્સલની ડિલિવરી લેવા આવેલા જુબેર અબ્બાસ મન્સૂરીને રૂ.1.21 લાખની કિંમતનો ગાંજો સાથે ઝડપી લીધો હતો. બાદમાં આ ગાંજો કોણે મંગાવ્યો અને ક્યાંથી આવ્યો તે અંગે પૂછપરછ કરતા પકડાયેલા આ આરોપીએ સુરત ખાતેથી ગાંજો મોરબીની ટ્રાવેલ્સમાં મોરબીના આમદ સતાર મેમણએ મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે આ બન્ને શખ્સો સામે એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો નોંધી 3 દિવસના રિમાન્ડ પર રહેલા પકડાયેલા આરોપીની પૂછપરછમાં આ ગુન્હામાં સંડોવાયેલા અહેમદ ઉર્ફે આદમ ઉર્ફે ભૂરો સતારભાઈ કાસમાણી ઉં.વ. 38, રહે. કુબેરનાથ શેરી, મોચીશેરીની સામે, ગ્રીનચોક વાળા અંગે માહિતી મળતા ખાખરેચી દરવાજા પાસેથી ઉક્ત આરોપીની પણ અટકાયત કરવામાં આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -