હળવદ પી.જી.વી.સી.એલના કર્મચારી નવનીતભાઈ રાઠોડએ ગળાડૂબ પાણીમાં ઉતરી અને વીજ વાયર પાણીની બહાર કાઢી અને પુનઃવીજ પુરવઠો ચાલુ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લાના હળવદમાં ખૂબ જ વરસાદ પડયો હતો જેના લીધે અનેક વીજ પોલ અને વીજ વાયર જમીન ધ્વસ્ત થયા હતા જેથી હળવદની અંદર વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે હળવદ શહેરમાં આવેલ શ્રી બાપાસીતારામની મઢુલી પાસે આવેલ નાના તળાવના પાણીમાં હાઇવે અર્બન ફીડરનો H.T Wire ભારે પવનના કારણે તૂટી ગયો હતો અને તલાવડીના પાણીમાં ડૂબી ગયેલ હોઈ ત્યારે હળવદ ટાઉન સબ ડિવિઝનના લાઇનમેન નવનીતભાઈ રાઠોડ દ્વારા જીવના જોખમે ગળાડૂબ પાણી ભરેલી તલાવડીમાં જઇને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરાયો હતો.
ત્યારે નવનીતભાઈને આ સરાહનીય કાર્ય સાહસ ભરી રીતે કરવા બદલ પી.જી.વી.સી.એલના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને હળવદના નગરજનોએ તેમની આ પ્રામાણિક કામગીરીને સોશિયલ મીડિયામાં અને રૂબરૂ મળીને બિરદાવી હતી.