મોરબીના શનાળા નજીકથી તાજેતરમાં ટ્રેક્ટર-ટ્રોલી સહીત ચોરી થયું હોય જે બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ટ્રેક્ટર ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને ચોરીનો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી હતી. તેમજ એક વર્ષ પૂર્વે થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી ડી જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સીટી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીની ટીમ શનાળા પાસેથી થયેલ ટ્રેક્ટર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા કાર્યરત થયા હતા. તે દરમિયાન બાતમીને આધારે ચોરી કરેલ ટ્રેક્ટર સાથે આરોપી ધીરૂ ઉર્ફે મહાદેવ પીપરોતર રહેણાંક ભૂમિ ટાવર વાવડી રોડ, મૂળ ભાણવડ જી દેવભૂમિ દ્વારકા અને વસંત જયરાજ વાઘેલા રહેણાંક ઘુતારી રોકડિયા હનુમાન મંદિર પાછળ નવલખી રોડ મોરબી વાળાને કંડલા બાયપાસ સિલ્વર પાર્ક સોસાયટી પાસેથી ઝડપી લીધા હતા. આરોપીની સઘન પૂછપરછ કરતા શનાળા મુરલીધર હોટલ પાસેથી ટ્રેક્ટર ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેમજ એક વર્ષ પૂર્વે પણ ટ્રેક્ટર ચોરી કરી હોય પોલીસે બંને ટ્રેક્ટર અને ટ્રેઇલર સહિત કુલ રૂ ૬,૯૦,૦૦૦ની કિમતનો મુદામાલ રીકવર કરીને ટ્રેક્ટર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.