કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની રાહનો અંત આવ્યો છે. ગુરુવારે ચોમાસુ કેરળના દરિયાકાંઠા સહિત પૂર્વોત્તરના ભાગોમાં ત્રાટક્યું છે. ખાસ વાત એ છે કે ભારતીય હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા ચોમાસું કેરળ પહોંચી ગયું છે. વિભાગે અગાઉ 31 મેની આગાહી કરી હતી. જ્યારે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે.
રેમલને કારણે ચોમાસું વહેલું આવી ગયું
ચોમાસાના વહેલા પ્રવેશ માટે ચક્રવાત રામલને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે રવિવારના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રામલએ ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધો છે, જે ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. ચોમાસું સામાન્ય રીતે ઉત્તરપૂર્વમાં 5 જૂન સુધીમાં આવે છે.