વડાપ્રધાન મોદીએ શનિવારે ઇન્ડિયા ટોય ફેર 2021નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પ્રથમ ટોય ફેર ફક્ત એક વેપારી કે આર્થિક કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ દેશની વર્ષો જૂની ખેલ અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબૂત બનાવવાની કડી છે. સિંધુ ઘાટી સંસ્કૃતિ, મોહેં-જો-દડો અને હડપ્પાના દોરના રમકડાં પર આખી દુનિયાએ સંશોધન કર્યું છે.
મળતી માહિતી મુજબ, પીએમ મોદીએ આજે ઓનલાઈન રમકડાં મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે દેશને સંબોધન પણ કર્યું. દેશી રમકડાંને પ્રોત્સાહન આપવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે ચાર દિવસ સુધી ચાલશે. આ મેળાની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું કે આ કાર્યક્રમ દેશની સદીઓ જૂની રમત અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબૂત કરવાની કડી છે..
પીએમ મોદીએ કહ્યું કે ભારતીય ખેલ અને રમકડાંની ખાસિયત છે કે તેમાં જ્ઞાન પણ ખૂબ હોય છે તથા વિજ્ઞાન અને મનોરંજન હોય છે. આપને જણાવી દઈએ કે, આત્મનિર્ભર ભારત અભિયાનમાં વોકલ ફોર લોકલ અંતર્ગત આજે ધ ટોય ફેર-2021નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેનું લક્ષ્ય રમકડા ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાનું છે. ટોય ફેરમાં અત્યાર સુધી 10 લાખ રજિસ્ટ્રેશન થઇ ચૂક્યા છે અને જે વિજેતા થશે તેને 50 લાખનું ઇનામ અપાશે. તમને જણાવી દઈએ કે આ મેળો 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલશે. સરકારે જણાવ્યુ કે આ મેળાનો હેતુ રમકડાના ખરીદાર, વિક્રેતા, છાત્ર, શિક્ષક અને ડિઝાઈનર વગેરેને સાથે લાવવાનો છે. મેળામાં દેશના બધા રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોના 1000થી વધુ રમકડાં વેપારી પોતાના રમકડાંનુ પ્રદર્શન કરશે જેને ઑનલાઈન ખરીદી શકાય છે. મેળામાં પારંપરિક ભારતીય રમકડાંની સાથે સાથે ઈલેક્ટ્રોનિક રમકડાં, પ્લશ રમકડા, પઝલ્સ અને ગેમ સહિત મૉડર્ન રમકડાં પ્રદર્શિત કરવામાં આવશે. રમકડાંના પ્રદર્શન ઉપરાંત ઉદ્યોગને મજબૂતી આપવા માટે મેળામાં પેનલ ડિસ્કશન અને વેબીનાર પણ આયોજિત કરવામાં આવશે. નોંધનીય છે કે ભારતમાં 1.5 અરબ ડોલરનું રમકડાઓનું માર્કેટ છે જેમાં 80 ટકા રમકડાઓ વિદેશથી આવે છે.
નીચેની લીંક પરથી કરી શકશો રજીસ્ટ્રેશન
https://www.theindiatoyfair.in/register-now.php