કેન્દ્રની મોદી સરકારે હવે ભ્રષ્ટ અને અયોગ્ય સરકારી કર્મચારીઓ પર લગામ લગાવવાની તૈયારી કરી છે. આ માટે મોદી સરકારે નિર્દેશ પણ આપ્યા છે. જે હેઠળ એવા સરકારી કર્મચારીઓની ઓળખ કરવામાં આવશે અને ભ્રષ્ટ અને અયોગ્ય કર્મચારીઓને સમય પહેલા જ નિવૃત્ત કરવા પર ભાર મૂકવામાં આવશે.
સરકારના આ નિર્ણયથી લગભગ 49 લાખ સરકારી કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર, ભ્રષ્ટ અને અયોગ્ય સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ સરકાર એકશનમાં આવી છે. ભ્રષ્ટ અધિકારીઓને ઓળખવા સરકારે આદેશ આપ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓને નિવૃત સરકાર કરશે. સરકારી કર્મચારીઓના રેકોર્ડ તપાસ સરકાર કરશે.
કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત સરકારે એક રજિસ્ટર તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. જેમાં સરકારી સેવામાં 30 વર્ષ પૂર્ણ કરી ચુક્યા હોય તેનો રેકોર્ડ ચેક કરાશે. 50-55 વર્ષના કર્મચારીઓનો સેવા રેકોર્ડની તપાસ કરાશે. રેકોર્ડમાં અક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવામાં આવે છે. સર્વિસ રેકોર્ડ બાદ નક્કી કરાશે કે અધિકારી યોગ્ય કામ કરે છે કે નહીં. યોગ્ય કામ ન કરી શકતા હોય તો સમય પહેલા લોકહિતમાં નિવૃત કરાશે.