તુર્કીના તટીય શહેર ઈજમિરમાં રાહતકર્મીઓે વિનાશકારી ભૂકંપના ચાર દિવસ બાદ એક એપાર્ટમેન્ટના કાટમાળ નીચેથી એક બાળકીની જીવતી બહાર કાઢી છે. આયદા ગેજગિન નામની આ બાળકીને મંગળવારના રોજ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
તેને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે ત્યાં હાજર લોકોએ તાળીઓ પાડીને રાહતકર્મીઓની પ્રશંસા કરી અને ઈશ્વર મહાન છેના નારા પણ લગાવ્યા હતા. હાલ બાળકીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યુ છે.
મહત્વનું છે કે, ગત શુક્રવારના રોજ ભૂકંપના પ્રચંડ આંચકાઓએ તુર્કીને હચમચાવી દીધું હતું. જેમાં ઘણા લોકો મોતને ભેટ્યા હતા. આ ભૂકંપની ઘટનામાં 91 કલાક સુધી બાળકી કાટમાળ હેઠળ જીવતી રહી તે એક ચમત્કાર જ છે.
આયદાની માતાનું ભૂકંપના આંચકામાં મોત નિપજ્યું હતું., કાટમાળ હેઠળથી તેની માતાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
જ્યારે આયદાનો ભાઈ અને તેના પિતા ભૂકંપના સમયે બિલ્ડિંગમાં હાજર નહતા જેથી તેઓને કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.