ગુજરાત વિધાન સભાની 182 સીટ ની ચૂંટણીઓ હોવી નજીક છે ત્યારે દરેક રાજકિય પક્ષ પોતાના સંગઠન ને મજબૂત બનવા કામે લાગી ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના માર્ગ દર્શન હેઠળ ભાજપ એ પણ ચૂંટણી લક્ષી કામગીરી હાથ ધરી છે સંગઠન મજબૂત બનવા માટે મંત્રીઓ,સાંસદો, અને ધારાસભ્યો ને મેદાન મા ઉતારી વિવિદ વિધાન સભા મતવિસ્તાર ના છેવાડાના માનવી સુધી પોહોંચી લાભાર્થીઓ ને સરકાર ની મળતી સહાયો અને વિકાસ ના કામોનું નિરીક્ષણ તેમજ ભાજપ સભ્યો ને ચૂંટણી મી તૈયારી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે
જે અનુસંધાને 3 દિવસીય પ્રવાસે ડભોઇ વિધાનસભા મતવિસ્તાર મા વન અને પર્યાવરણ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) ડભોઇ આવી કોમર્સ કોલેજ સેમિનાએ હોલ ખાતે સંગઠન ના સભ્યો સાથે મુલાકાત લીધી હતી ત્યારે બાદ ડભોઇ સરિતા ક્રોસિંગ ઉપર રેલવે ઓવર બ્રીજ ની કામગીરી નું નિરીક્ષણ કર્યા બાદ નગર ના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી આ પ્રસંગે પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, ડો.મહેન્દ્રભાઈ પટેલ, મહેશભાઈ પટેલ(દાજી), જીતુભાઇ પટેલ, પાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, મહામંત્રી અમિતભાઇ સોલંકી સહિત મોટી સંખ્યા મા ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા.