ડભોઇ ત્રિદિવસીય મુલાકાતે આવેલા સહકાર અને વન પર્યાવરણ મંત્રી જગદીશ વિશ્વકર્મા બીજા દિવસે કાયાવારોહન લકુલીસ મંદિર દર્શન કરી ડભોઇ તાલુકા ના પનશોલી ગામે તળાવ બ્યુટીફીકેશન તેમજ યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન ના નેજા હેઠળ ચાલતા કોચિંગ કલાસ ના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત લીધી હતી આ પ્રસંગે બાળકો સાથે પ્રશ્નોતરી કરી તેમજ શિવન કલાસ સહિત વિવિધ ક્ષેત્રે અભ્યાસ પૂરું પાડતી સંસ્થા ને બિરદાવી હતી
સાથે શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ તેમના મત વિસ્તાર મા જે એન.જી.ઓ ની મદદ થી સંસ્થા ચલાવી રહ્યા છે તે અંગે પણ એક ઉત્તમ ઉદાહરણ પુરવાર થાય રાજ્ય સરકાર સુધી આ નોંધ લેવાશે નું પણ જણાવ્યું હતું બાદ આસ પાસ ના કાર્યકરો અને લાભાર્થીઓ સાથે બેઠક કરી સરકાર માંથી મળતા લાભો ની વિગતવાર ચર્ચા કરી હતી આ પ્રસંગે પ્રદેશ કારોબારી સભ્ય શશિકાન્તભાઈ પટેલ, મહામંત્રી ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, હિતેશ પટેલ, નીરવ પટેલ , તાલુકા પ્રમુખ દિનેશ પટેલ, જયેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યા મા કાર્યકરો હાજર રહ્યા હતા.