દુનિયાના દરેક માતા-પિતા પોતાના બાળકોની ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. બાળકની ખુશી માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. પરંતુ કેરળના એક પિતાએ પોતાના બાળક માટે કંઈક એવુ કર્યું કે જેનાથી સોશિયલ મીડિયા પર તેમની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.
કેરળના ઈડુક્કી હોસ્પિટલમાં સ્ટાફ નર્સનું કામ કરતા અરુણકુમાર પુરુષોત્તમે પોતાના બાળકો માટે મિની ઓટો રિક્શા બનાવી છે. જેના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, કેરળના અરુણકુમાર પુરુષોત્તમે પોતાના બાળકોની ખુશી માટે એક ખાસ ગિફ્ટ તૈયાર કરી છે. આ ગિફ્ટ છે મિની ઓટો રીક્શા, જે અરુણકુમાર પુરુષોત્તમે પોતાના બે બાળકો માટે બનાવી છે.
અરુણકુમારે મિની ઓટો રીક્શા બનાવવાનો આઈડીયા ક્યાંથી આવ્યો તે અંગે જણાવ્યુ હતું કે, તેમણે 90ના દાયકાની એક ફિલ્મ એ ઓટોથી આની પ્રેરણા મળી હતી. તે ફિલ્મમાં ઓટોનું નામ સુંદરી હતું. એટલે અરુણકુમારે પણ આ મિની ઓટો રીક્સાનું નામ સુંદરી રાખ્યું છે.
પાંચ વર્ષના માધવ ક્રિષ્ના અને તેની બહેન દ્વારા ચલાવવામાં આવી રહેલ આ મિની ઓટો રીક્શાનો વિડિયો વાયરલ થતા જ લોકોના દિલ પર છવાઈ ગયો છે અને હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.