તળાવો ભરવા માટે જે યોજના અમલમાં મુકવામાં આવી છે તે અંતર્ગત રામ પટેલના મુવાડા સુધી પાઇપ લાઇન દ્વારા તળાવ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત પાઇપ લાઇન પણ લાંબી કરવામાં આવી હતી અને તેમાં તળાવ ભરવા માટે જે પાણી છોડવામાં આવ્યું હતું.ત્યારે અહીં રામ પટેલના મુવાડા પાસે તળાવો માં પાઇપ લીકેજ હોવાના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો

અને પાણી આસપાસ ના ખેતરો માં ફેરવાયું હતું. તંત્ર ની અણ આવડત ને કારણે લાખો લિટર પાણીનો જે વેડફાટ છે જે લુણાવાડા તાલુકાના જોવા મળ્યું હતુ અને તાત્કાલિક આ લીકેજ ને રિપેર કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.એક તરફ ભર ઉનાળે ખેડૂતો ને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યુ અને બીજી તરફ લાખો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. તંત્રની અણ આવડત ને કારણે આ સમસ્યા સર્જાઈ હતી તેવું લોકોમાં જણાઈ રહ્યું છે.